Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

પેટલાદ, ખંભાત અને બોરસદમાં ત્રણ-ત્રણ અને આણંદમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો

આણંદ જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો છે. પેટલાદ, ખંભાત અને બોરસદમાં ત્રણ-ત્રણ અને આણંદમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો છે. આણંદમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. શહેરમાં બે સ્થળોએ ઝાડ પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. જયારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી કાર્ય પણ શરૂ થશે. આણંદ શહેરમાં સોમવારની રાત્રિથી આવતીકાલ સુધી દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ પડયો છે. આણંદ શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રિજ, ઇસ્માઇલનગર, ગામડીની કેટલીક સોસાયટીઓ, માણેજવાલા હાઇસ્કૂલ વિસ્તાર, ગંગદેવ વિસ્તાર, મોટી ખોડીયાર, નાની ખોડિયાર, વિદ્યા ડેરી રોડ, ચાવડાપુરા, મંગળપુરા, આણંદ-વિદ્યાનગરનો ૮૦ ફૂટ રોડ, ૧૦૦ ફૂટ રોડનું સર્કલ, શહિદ ચોક, મહેન્દ્ર શાહ હોસ્પિટલ વિસ્તાર, તુલસી ગરનાળા વિસ્તાર અને અમૂલ ડેરી રોડ પર બ્રિજ, સર્વિસ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરની નિચાણવાળી સોસાયટીઓમાં પાણીનો ભરાવો થયો હતો. આણંદમાં નલ સે જલ  અને ગટર યોજનાનું અંડર ગ્રાઉન્ડ વીજ વાયરો નાખવાની કામગીરી ચાલી રહી છે. આ રોડ પર ખોદકામના કારણે કાદવ કિચડ થઇ છે. જેના કારણે કેબલમાં ખામી સર્જાતા ગંગદેવ નગર વિસ્તારની વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આણંદ સોજીત્રા રોડ પર આવેલી હોટેલ પાસે, આણંદ- વિદ્યાનગર રોડ પરની પીસી સર્કલની દિવાલ પાસે ઝાડ પડતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

Advertisement
error: Content is protected !!