પ્લેન ક્રેશની ઘટના સમયે મેસ બિલ્ડિંગ હાજર એમ.બી.બી.એસ.નાં અનેક વિદ્યાર્થીઓ સહિત હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીમાંથી 200થી વઘુ વિદ્યાર્થીઓ ડર અને આઘાતને લીધે પોતાના ઘરે જતા રહ્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ જ આઘાતમાં છે અને આ વિદ્યાર્થીઓ અને પ્રથમ અને બીજા વર્ષના હતા. જેને પગલે હાલ તો બી.જે.મેડિકલ કોલેજ દ્વારા 500 વિદ્યાર્થીઓની આગળની તમામ થિયરી-પ્રેક્ટિકલ ઈન્ટરનલ પરીક્ષાઓ રદ કરી દેવાઈ છે. આ ઉપરાંત મેડિકલ શિક્ષકોનું ઉનાળુ વેકેશન પણ રદ કરવામાં આવ્યું છે.
બી.જે.મેડિકલ કોલેજમાં ભણતા એમ.બી.બી.એસ.નાં વિદ્યાર્થીઓમાં હાલમાં ચાલતી અને આગમી દિવસોમાં શરૂ થનારી થીયરી તેમજ પ્રેક્ટિકલની ઈન્ટરનલ પરીક્ષાઓ હાલ કેન્સલ કરવામા આવી છે.
જ્યાં સુધી નવી સૂચનાઓ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ નહીં લેવાય. એમબીબીએસના પ્રથમ અને બીજા વર્ષની ઇન્ટરનલ પરીક્ષાઓ લેવાનાર હતી અને જે પ્લેન ક્રેશની ઘટના બાદ કેન્સલ કરવામા આવી છે. નવી તારીખો કોલેજ દ્વારા પછીથી જાહેર કરવામા આવશે. પ્લેન ક્રેશની ઘટના બાદ હોસ્ટેલોમાં રહેનારા વિદ્યાર્થીઓમાંથી 200થી વઘુ વિદ્યાર્થી પોતાના ઘરે જતા રહ્યા છે અને ક્રેશની ઘટના સમયે જે 40થી વઘુ વિદ્યાર્થીઓ હાજર હતા તેઓ ખૂબ જ ડરી ગયા છે.
તેમજ આઘાતમાં છે. આ ઉપરાંત પ્લેશન ક્રેશની ઘટનાને પગલે મેડિકલ સેવાની જરૂરીયાતને ઘ્યાને રાખતા બી.જે.મેડિકલ કોલેજ દ્વારા તમામ મેડિકલ શિક્ષકોનું ઉનાળુ વેકેશન પણ રદ કરી દેવાયુ છે. 13મી જૂનથી બીજા તબક્કાનું ઉનાળુ વેકેશન શરૂ થતું હતું પરંતુ રદ કરી દેવાયુ છે અને આજે 14મીથી તમામ શિક્ષકો-ડોકટરોને ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે. મહત્વનું છે કે મેસ બિલ્ડિંગ તૂટતા વિદ્યાર્થીઓ-રેસિડેન્ટસ અને ઈન્ટર્ન્સને જમવાની મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કારણકે મેસ બિલ્ડિંગમાં પ્રથમ અને બીજા બંને માળે મેસ હતી.

