Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Ahemdabad : પતિનો જન્મદિવસ ઉજવવા જતી પત્નીનું પ્લેન ક્રેશમાં મોત, પરિવારમાં છવાઈ શોકની લાગણી

અમદાવાદનાં વિમાન અકસ્માતમં ઈન્દોરનાં હોરા પરિવારની વહુ હરપ્રીત કૌર હોરાનું મૃત્યુ થયું છે. હરપ્રીતે પોતાના પતિ રોબી હોરાને મળવા લંડન જઈ રહી હતી. જે ત્યાં ક્લાઉડ આર્કિટેક્ટના પદ પર કાર્યરત છે. 16 જૂને રોબીનો જન્મદિવસ હોવાના કારણે હરપ્રીતે પહલા જ લંડન પહોંચી ગઈ હતી. પરંતુ આ અકસ્માત તેમના પરિવાર માટે કાળ બન્યો. આ ઘટનાથી હોરા પરિવાર અને આખા ઇન્દોરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હરપ્રીત કૌર થોડા દિવસ પહેલાં પોતાની માતાને મળવા લંડનથી અમદાવાદ આવી હતી.

તેનો મૂળ પ્લાન 19 જૂને લંડન જવાનો હતો પરંતુ, પતિ રોબીએ 16 જૂને જન્મદિવસ હોવાના કારણે તેણે 12 જૂને જ એર ઈન્ડિયાની ફ્લાઇટથી મુસાફરી કરી. ગુરૂવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં વિમાન મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં હરપ્રીતનું મોત નિપજ્યું હતું. હરપ્રીતના સસરા હરજીત સિંહ હોરા, મોટા સસરા જસબીર સિંહ હોરા અને કાકા સસરા રાજેન્દ્ર સિંહ હોરા સહિત આખો પરિવાર આ અકસ્માત બાદ હતાશ છે.

પરિવાર રડી-રડીને બેહાલ થઈ ગયો છે. અમદાવાદ વિમાન અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. તંત્ર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અકસ્માતની તપાસ શરૂ કરી છે. હાલ વિસ્તૃત રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ગુજરાત સરકારે શોકગ્રસ્ત પરિવારોને તમામ સહાયની ખાતરી આપી છે. હાલ, સિવિલ ખાતે મૃતદેહોને પરિવારને સોંપવા માટે DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

Advertisement
error: Content is protected !!