ભાવનગરનાં ધંધુકાનાં હડાળાથી પાણશીણા રોડ પરથી ૩.૯ કિલો ગાંજાના જથ્થા સાથે બે પેડલરને ઝડપી કરી લિધા હતા. બન્ને સુરતના શખ્સ પાસેથી આ જથ્થો લાવ્યાનું પોલીસ તપાસમં ખુલ્યું હતું. બનાવની વિગત એવી છે કે, ધંધુકા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના હડાળાથી પાણશીણા રોડ ઉપરથી અશ્વિન પ્રભાતભાઈ ડાભી તથા મહેન્દ્રસિંહ વિરસંગભાઈ સોલંકી (રહે.બન્નેહડાળા,તા.ધંધુકા) બાઈક પર નશાકારક પદાર્થ ગાંજો લઇને વેચાણ કરવા માટે નિકળનાર છે. 
જે બાતમીના આધારે ટીમે હડાળાથી પાણશીણા રોડ હડાળા ગામની સીમ નદી પાસે રોડ પર વોચ ગોઠવી ઉક્ત બન્નેને શંકાના આધારે અટકાવ્યા હતા. અને બન્નેની તલાશી લેતા ત્મના કબ્જામાંથી રૂ.૩૯,૫૨૦ની કિંમતનો ૩,૯૫૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બન્ને શખ્સ પાસેથી ગાંજા ઉપરાંત બાઈક, રોકડ રકમ અને મોબાઈલ મળી રૂ.૬૫,૭૬૦/-ના મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી હતી. આમ, પોલીસ પૂછપરછમાં તેમન્ આ જથ્થો સુરતના માલ્યા નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ધંધુકા પોલીસે ત્રણેય શખ્સ વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કરી હતી.

