પ્રાંતિજ તાલુકાની મામલતદાર કચેરીનો કરાર આધારિત પટાવાળો રૂપિયા ૨ હજારની લાંચ લેતા ગાંધીનગર ACB ટીમના હાથે ઝડપાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ગાંધીનગર એ.સી.બી. ને માહિતી મળેલ કે, મામલતદાર કચેરી, પ્રાંતિજ, જી.સાબરકાંઠા ખાતેના કર્મચારીઓ સર્વે નંબરોની જુની નોંધો કાઢી આપવાના અવેજ પેટે રૂ.૧૦૦૦/- થી ૨૦૦૦/- સુધીની લાંચ લેવામાં આવે છે. જે આધારે આજરોજ કચેરીમાં વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન ઇ- ધરા કચેરીનો કરાર આધારિત પટાવાળો રાજેન્દ્રસિંહ ઝાલા ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦૦/- ની લાંચની માગણી કરી, સ્વિકારી પકડાઈ ગયો હતો.
ડિકોય કરનાર અધિકારી:શ્રી એમ.એમ.સોલંકી, પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી :શ્રી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી.એકમ.

