Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં તાપી નદી કિનારે સરકારી બાબુઓની મીલીભગતથી સાદી રેતી-ગ્રાવલનો કાળો કારોબાર ફરી ધમધમ્યો, એક ભ્રષ્ટ કર્મચારીનાં ભાઈને ભાગીદાર પણ બનાવ્યો ? તપાસનો વિષય

સોનગઢ તાલુકામાં તાપી નદી કિનારે કાળી રેતી (સાદી રેતી-ગ્રાવલ)નો ગેરકાયદેસર ચાલતા કારોબારને થોડા સમયની બ્રેક પછી ફરી ધમધમતો શરૂ થયાની હોવાની વિગતો સામે આવી છે,ત્યારે રાજ્યની તિજોરીને કરોડોનું નુકશાન પહોંચાડતા લીઝ ધારકો સામે કાર્યવાહી થતી નહોવાથી સ્થાનિક તંત્રની ઢીલી નિતી હોવાની ચર્ચા જાગી છે.

તાપી જિલ્લાનાં સોનગઢ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી માંથી સાદી રેતી અને ગ્રાવેલનું ગેરકાદેસર ખનન પુરજોશમાં ધમધમી રહ્યું છે, છતા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સબ સલામતનાં ગાણા ગવાય રહ્યા છે.આમ તો તાપી નદીમાંથી સાદી રેતી,ગ્રાવલ (ખનિજ સંપતી) કાઢવા માટે નોંધણી કરવાની હોય, લીઝ મંજુર કરાય, સરકારમાં રોયલ્ટી ભરવી પડે છે પરંતુ અહિંયા ગણી ગાઠી લીઝો છે અને લાખો ટન સાદી રેતી,ગ્રાવલ દરરોજ ભરાય છે. સમગ્ર કૌભાંડના મુળીયા ખૂબ ઉંડા અને રાજકિય અને વહીવટી તંત્રના આશિર્વાદથી ચાલતું હોવાનું કહેવાય છે,જેમા જિલ્લાનાં અનેક વિભાગનાં વહીવટદારોની રાજકારણનાં ઓથે મોટી ભુમિકા હોવાનું મનાય છે.

ખાસ કરીને સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલ વેકુંર ગામ,જમાપુર અને વાઘનેરા, બોરીસાવાર ગામની તાપી નદીમાંથી રેતી,ગ્રાવલ સરકારી સંપત્તિની મોટાપાયે ચોરી કરી બારોબાર સપ્લાય કરવામાં આવી રહી છે,ખાણ ખનીજ વિભાગનું ફલાઈંગ સ્કોડની ટીમ તાપી જિલ્લામાં નદી કિનારે ચેકિંગના નામે આંટા ફેરા મારતી હોવાછતાં ગેરકાદેસર રેતી,ગ્રાવલ ખનન કરનારાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરતી નહોવાનું સામે આવ્યું છે.

ગ્રાવલ-સાદી રેતીના કારોબારની ગોઠવણમા પરવેઝ અને પકંજ નામના વ્યક્તિઓ એક્ટીવ : જમાપુર ગામેથી તાપી નદી માંથી ગ્રાવલ-સાદી રેતીનો કાળો કારોબાર શરૂ કરવા માટે પરવેઝ અને પકંજ નામમાં વ્યક્તિઓ દ્વારા ફલાઈંગ સ્કોડ અને સ્થાનિક ખાણ ખનીજ વિભાગના એક ભ્રષ્ટ કર્મચારીનાં ભાઈને ભાગીદાર બનાવ્યો છે,જેના કારણે ગેરકાદેસર રીતે સાદી રેતી- ગ્રાવલ ઉલેચવા માત્ર ફલાઈંગ સ્કોડનાં કેટલાક માણસોને વહીવટ પહોંચાડતા હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે,સરકારી બાબુઓ, આગેવાનોની મીલીભગતથી સાદી રેતી-ગ્રાવલનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે તપાસ થવી પણ જરૂરી છે.

આપને અહીં જણાવી દઈએ છીએ કે, રોયલ્ટી બંધ હોવાનાં સમયે પણ વેકુંર ગામ,જમાપુર અને વાઘનેરા, બોરીસાવાર ગામની તાપી નદીમાંથી રેતી,ગ્રાવલ સરકારી સંપત્તિની મોટાપાયે સપ્લાય કરવામાં આવી રહી છે, જોકે આ કારોબારની ગોઠવણમા કેટલાક સ્થાનિક આગેવાનોની પણ મદદ લેવાઈ રહી હોવાનું ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે.ત્યારે સોનગઢ તાલુકામાં તાપી નદી કિનારે કાળી રેતી (સાદી રેતી-ગ્રાવલ)નો ગેરકાયદેસર ચાલતા કારોબાર ચલાવનારાઓ કોણ છે ? તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement
error: Content is protected !!