વ્યારાનાં જુના બસ સ્ટેશન પાસે એક સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૦૫/એમવી/૮૨૧૮ પર ત્રણ ઈસમો આવતાં તેમને અટકાવાયા હતા. ત્યારબાદ બાઈક પર સવાર ત્રણેયનાં નામ પૂછતા સાહીલશા અરમાનશા ફકીર, સમીર હશનશા ફકીર અને ફૈઝલ શેરખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ આ ત્રણેય ઈસમો વ્યારાનાં રહેવાસી છે. તેમજ બાઈકનાં દસ્તાવેજોની માંગણી કરતા તેઓ પાસે કોઈ પુરાવા ન હતા અને આ બાઈક ચોરીની હોવાનું જણાતા પોલીસે તેને બાઈક જેની કિંમત રૂપિયા ૧૫ હજાર છે તે કબ્જે લીધી હતી. આમ, ત્રણેય ઈસમોની તારીખ ૧૦/૦૫/૨૦૨૫ નારોજ બપોરનાં સમયે અટક કરવામાં આવ્યા હતા તથા પુછપરછ દરમિયાન તેમણે બાઈક ઉધનામાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
Latest News
સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસની કામગીરી : ગાંજો વેચનાર એક યુવકને ઝડપી પાડ્યો
September 27, 2026
સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી
September 27, 2026
કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં
September 27, 2026


