નિઝરનાં વેલદા ગામનાં જલારામ નગરમાંથી ઘર આંગણે પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝરનાં વેલદા ગામનાં જલારામ નગરમાં રહેતા મધુકરભાઈ રામગીરીભાઈ પાડવી નાંઓએ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની ડ્રીમ યુગા બાઈક નંબર જીજે/૨૬/કે/૮૬૪૦ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-ને તેમના મોટા છોકરા અમૃતભાઈનાં ઘરની દીવાલ સાથે મુકેલ હતી. જે બાઈક તારીખ ૦૨/૦૫/૨૦૨૫ નાંરોજ સાંજનાં આશરે આઠ વાગ્યાથી તારીખ ૦૩/૦૫/૨૦૨૫ નાંરોજ સવાર સવારનાં પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મધુકરભાઈ પાડવી નાંએ તારીખ ૦૯ નાંરોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Latest News
સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસની કામગીરી : ગાંજો વેચનાર એક યુવકને ઝડપી પાડ્યો
September 27, 2026
સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી
September 27, 2026
કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં
September 27, 2026


