Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

ICAIએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, CA પરીક્ષા મોકૂફ

ભારત અને પાકિસ્તાનની તંગ ભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 9થી 15 મે સુધી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્સી)ની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પચંડ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.

ICAIએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર બાદ સર્જાયેલી સ્થિતિને જોતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં આ કાયરતાપૂર્ણ હુમલાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે ભારતે આ હુમલાનો વળતો જવાબ આપતા 6 અને 7ની રાત્રીએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કરતા અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

Advertisement
error: Content is protected !!