સુરત કોસાડ આવાસમાં એચ બિલ્ડિંગમાં રહેતા રબીઉલ મઝત રોખ (ઉં.વ. ૪૦) જંતુનાશક દવા વેચે છે. ફેબ્રુઆરીમાં તેના ઘરે જંતુનાશક દવા લેવા માટે અગિયાર વર્ષીય તરણી ગઈ હતી. એ સમયે રબીઉલે તરુણી ઉપર નજર બગાડી રૂમનો દરવાજો બંધ કરી બે વાર દુષ્કર્મ આચર્યું હતું.
શ્રમજીવી પરિવારની તરુણી સાથે દુષ્કર્મ આચર્યા પછી તરુણીને પેટમાં દુખાવો થતો હોવાની કરિયાદ વાલી સમક્ષ કરી હતી. વાલીએતબીબી પાસે લઈ જઈને તપાસ કરાવતાં તરુણી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. બે માસનો ગર્ભ હોવા અંગે વાલીએ પોતાની દીકરીને પૂછપરછ કરતાં જંતુનાશક દવા વેચતા રબીઉલે ઘરે બોલાવીને મરજી વિરુદ્ધ કુકર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે વાલીએ અમરોલી પોલીસ મથકમાં કરિયાદ નોંધાવી હતી. પોલીસે રબીઉલ શેખને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ પરી છે.

