Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

વિઝા મેળવી આપવાના બહાને ત્રણ સાથે રૂ.પ.૪૦ લાખની છેતરપિંડી

સુરત શહેરના રાંદેરના યુવક અને તેના સંબંધી મળીને ત્રણને કેનેડાના વિઝા મેળવી આપવાના બહાને મિત્રના સંબંધી બે ઈસમોએ ૫.૪૦ લાખની છેતરપિંડી કરીને નાસી ગયા છે. છેતરપિંડી આચરનાર યુવક જમાતમાં આફ્રીકા(યુગાન્ડા) ગયા હોવાથી તેની પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સુરત શહેરમાં રાંદેરના મોહમ્મદ ઝુબેર પટેલે (રહેમતનગર,ભરૂચી ભાગળની પાછળ, રાંદેર) કેનેડા જવાના વિઝા કાઢી આપવાની મિત્રને વાત કરતા તેણે આરોપી ઝૈદ સઈદ મુલ્લા (બરોડાવાલા)( ઉ. વ.૩૫)( ધંધો.મૌલાના) અને આરોપી સઈદ યાકુબ મુલ્લા (ઉ.વ.૬૫)( ધંધો. મૌલાના)( રહે.આમરા ફળિયું, કઠો રગામ, તા.કામરેજ) સંબંધી હોવાનું કહીને જૂલાઇ ૨૦૨૩માં મિટિંગ કરીને તેમાં ઝુબેરને વીઝા કઢી આપવાનું નક્કી કરીને ફરિયાદીના પતિ મો.ઝુબેરે ૧ ઓગસ્ટ ૨૦૨૩માં આઈસીઆઈસીઆઈ બેંકનો ૧.૮૦ લાખનો ચેક આરોપીને આપ્યો હતો. બાદમાં બીજી મિટિંગમાં બીજા બે સજ્વાનાબાનુ સીંધા તથા કૈસ સિંધાને કેનેડાના વીઝા કરાવવાનું નક્કી થયું અને ધી સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લી. ૩.૬૦ લાખનો ચેક આરોપીને આપ્યો હતો.બાદમાં ત્રણેયના વીઝા રિજેકટ થયા અને પૈસા પરત નહી આપવાને બદલે આરોપીએ બહાનાબાજી કરીને પૈસા આપ્યા ન હતા. ઉપરાંત વીઝા મેળવવા વધારે પૈસા આપવાનું કહ્યું હતું. બે વર્ષથી ચાલેલી ધમાચકડીમાં મો.ઝુબેર જમાતમાં આફીકા(યુગાન્ડા) જતા તેની પત્ની અફસાનાબાનુંએ તેના દિયર અને સસરા સાથે આરોપીના ઘરે જતા તેઓ ભાગી ગયા હોવાનું સામે આવ્યું હતું. અંતે અફસાનાબાનુંએ પતિ સહિતના ત્રણ સાથે થયેલી છેતરપિંડીમાં આરોપી સમક્ષ ફરિયાદ નોંધાવી છે. રાંદેર પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુની તપાસ આદરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!