ઉચ્છલના બાબરઘાટ ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે આવતાં બાઈક પર સવાર બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટન સ્થળ ઉપર મોત નિપજ્યું હતું અને બાઈકની પાછળ બેસેલ શખ્સને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલના કટાસસવાણ ગામના હોળી ફળિયામાં રહેતા રોહીદાસભાઈ શિવાભાઈ ગામીત નાઓ ગત તારીખ ૧૩-૦૨-૨૦૨૫ નારોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે-૨૬-કે-૭૭૭૧ને લઈ બાબરઘાટ ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર રોડ ઉપરથી પસાર થતા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહણ ચાલકે પોતાના કબ્જાનું વાહણ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોહીદાસભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં રોહીદાસભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. તેમજ પાછળ બેસેલ રઘુભાઈ સુર્યાભાઈ ગામીત (રહે. કટાસસવાણ ગામ, પરસાલી ફળિયું, ઉચ્છલ)નાઓને પણ માથાના ભાગે તેમજ જમણી આંખની ઉપર તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના પુત્ર રવીન્દ્રભાઈ ગામીતએ અજાણ્યા વાહણ ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News
ખોલવડ ગામની સીમમાં વહેતી નદીમાંથી ગુમ ઈસમની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
September 29, 2026
ઓલપાડનાં વિહારા ગામે બાઈક અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું
September 29, 2026
પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
September 29, 2026


