Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત શહેરમાં ચાર જુદાજુદા બનાવોમાં અચાનક બેભાન બાદ ચારનાં મોત

સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં યુવક રાતે સૂતા બાદ જાગ્યો જ ન હતો. આ સાથે જ અમરોલી, તલંગપુર અને વરાછામાં અચાનક બેભાન થતા મોતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે બિહારના વતની અને હાલ પાલનપુર પાટિયા પાસે સુગમ બંગ્લોઝમાં રહેતા આદિત્ય મહેન્દ્ર યાદવ (ઉ.વ.૨૬) હજીરાની ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન આદિત્ય શનિવારે સાંજે સૂતા બાદ જાગ્યો ન હતો, જે બાદ આદિત્યને જગાડવા જતા જાગ્યો ન હતો. જેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. હાર્ટએટેકને પગલે મોત નીપજ્યું હોવાનું લાગી રહ્યું છે. બીજા બનાવમાં અમરોલીમાં કોસાડ પાસે બંબાગેટ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા બબલુ સજ્જુ નાથ (ઉ.વ. ૩૩) મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન બબલુને શનિવારે સવારે છાતીમાં દુખાવો થતા બેભાન થઈ ગયો હતો. જેથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં તલંગપુર રોડ પર આવેલ રોહિત સુરેશ ધોબી (ઉ.વ. ૩૦) ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન શનિવારે રાતે સૂતા બાદ રોહિત સવાર જાગ્યો નહતો, જેથી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ચોથા બનાવમાં વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતા વસંતલાલ રામસજીવન પટેલ (ઉ.વ. ૩૯) હેન્ડવર્કના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. દરમિયાન વસંતલાલ રવિવારે સવારે રહે ત્યાં બેભાન થઈ ગયા હતા. જેમનું મોત નીપજ્યું હતું. હાર્ટએટેકને પગલે મોત થયું હોવાનું લાગી રહ્યું છે.

Advertisement
error: Content is protected !!