Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

Good news : હવે અમદાવાદથી પ્રયાગરાજ સીધી વૉલ્વો બસ દોડાવવામાં આવશે, મુખ્ય પ્રધાને પહેલી બસને આપી લીલી ઝંડી

ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાતીઓ શ્રદ્ધાભેર જઈ શકે અને તેમને સુવિધાજનક અને પોષાય તેવી સુવિધા મળી શકે તે માટે ગુજરાત સરકારે ખાસ બસફેરીની જાહેરાત કરી હતી.જે અંતર્ગત હવે અમદાવાદથી પ્રયાગરાજ સીધી વૉલ્વો બસ દોડાવવામાં આવશે. આ માટે ખાસ ટૂર પેકેજ રાખવામાં આવ્યુ છે જેમાં 8,100 રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર નાઈટ સ્ટેનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. આ વૉલ્વો બસ રાણીપ બસ સ્ટેશનથી ઉપડશે.મુખ્ય પ્રધાને પહેલી બસને આપી લીલી ઝંડી : ગુજરાતના ભક્તો પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં ભાગ લઈ શકે તે માટે મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યપ્રધાને પ્રયાગરાજ જતી પહેલી બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી અને ચલો કુંભ ચલે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

પ્રયાગરાજ ખાતે ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે ગુજરાતની જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.ઑનલાઇન બુકિંગ શરૂ થતા જ ગણતરીના કલાકોમાં ફૂલ થઇ ગયું છે. ઉપરાંત વધુ માં વધુ લોકોને આ સેવાનો લાભ મળે તે માટે વધુ બસો મુકવા અંગે નિર્ણય કરાશે. ભક્તોને યાત્રા દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે રહેવા સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. માત્ર રૂ. 8,100 માં વ્યક્તિ દિઠ ૩ નાઈટ 4 દિવસનું પેકેજનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પેકેજમાં તમામ ૩ નાઈટ માટે રેહવાની અને બસ મુસાફરીની વ્યવસ્થા આપવામાં આવશે. નાઈટ સ્ટે ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.

Advertisement
error: Content is protected !!