Explore

Search

February 11, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉકાઈના આદર્શનગર સોસાયટીમાંથી બંધ ઘરનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ઘરેણાની ચોરી કરી ફરાર થયા

સોનગઢના ઉકાઈ ખાતેના આદર્શનગર સોસાયટીમાંથી દિનદહાડે બંધ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ કબાટના લોકરમાંથી ઘરેણાની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના ઉકાઈના આદર્શનગર સોસાયટીમાં રહેતા જીતુભાઈ દિનકરભાઈ ગઢવીના બંધ મકાનનું ગત તારીખ ૧૯/૦૧/૨૦૨૫ નારોજ તાળું તોડી કોઈ અજાણ્યા ચોર ઈસમ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ કબાટના લોકરમાંથી સોનાનું મંગળસૂત્ર ૧૫ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧૮,૦૦૦, સોનાની ચેઈન ૧૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૧૨,૦૦૦, સોનાની ચેઈન ૫ ગ્રામ જેની કિંમત રૂપિયા ૬,૦૦૦, સોનાની વીંટી આશરે ૫ ગ્રામ જેની કિંમત રૂપિયા ૬,૦૦૦, સોનાની નાની વીંટી આશરે ૪ ગ્રામ જેની કિંમત રૂપિયા ૪,૮૦૦, સોનાનું પેન્ડલ ૩ ગ્રામ જેની કિંમત રૂપિયા ૩,૬૦૦, સોનાની વીંટી આશરે ૨ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨,૪૦૦, અને કાનમાં પહેરવાની બાલી આશરે ૨ ગ્રામ જેની કિંમત રૂપિયા ૨,૪૦૦, તથા ચાંદીના પાટલા આશરે ૫ તોલાના જેની કિંમત રૂપિયા ૧,૫૦૦, મળી કૂલ રૂપિયા ૫૬,૭૦૦/-ની ચોરી થઈ હતી. ચોરી અંગે જીતુભાઈ ગઢવી નાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!