Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લામાં ચર્ચો રોશનીથી શણગારાયા : આજે ભગવાન ઈશુના જન્મના વધામણાં સાથે નાતાલની ઉજવણી

ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈશુના જન્મ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે, આવતીકાલે નાતાલ પર્વ નિમિતે તાપી જિલ્લાના વ્યારા તથા સોનગઢ અને ડોલવણ સહિતના ચર્ચોમાં રાતે કેક કાપીને ઈશુના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે.

પ્રેમ, શાંતિના મસીહા ગણાતા ભગવાન ઈશુના જન્મ દિવસના વધામણા કરવા લોકો જોડાશે. પાદરી દ્વારા તમામને બ્લેસિંગ આપી પ્રેમ, શાંતિ, ભાઈચારાનો સંદેશો આપશે.

ભગવાન ઈશુનું પૃથ્વી ઉપર અવતરણ થયા બાદ સમગ્ર ઘટનાને ખુબ ધામધૂમથી આસ્થા અને પ્રાર્થના તથા ગીત સંગીત સાથે ઉજવણી કરવામાં આવે છે.મધરાતે ઈસાઈ સમુદાયના લોકો દ્વારા ભગવાન ઈશુના જન્મ દિવસની એકબીજાને શુભકામના આપી ક્રિસમસના મહાપર્વની ઉજવણી કરે છે. ચર્ચો ને રોશનીથી શણગાર કરવામાં આવ્યા છે.

Advertisement
error: Content is protected !!