Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

પ્રાંતિજના વૃંદાવન નજીક ઝાડ પર યુવકનો લટકતો મૃતદેહ, પોલીસે તપાસ શરુ કરી

પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે પર દલપુર નજીક આવેલા વૃંદાવન પાટીયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવક અંગેની પ્રાથમિક જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત યુવકના આત્મહત્યા કરવાના કારણને પણ જાણવા માટે પ્રયાસ કરીને લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. લાશ નજીકથી એક ઝેરી દવાની બાટલી પણ મળી આવી હતી. યુવકની લાશ ઝાડની ડાળી સાથે એક દોરડું બાંધીને લટકતી હોવાની સ્થિતિમાં મળી આવી હતી.

Advertisement
error: Content is protected !!