Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

પોરબંદરના માધવપુરમાં ઘેડમાં ભારે વરસાદ પડ્યો, 22 ગામ સંપર્ક વિહોણા બન્યા

માધવપુર : ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે પોરબંદરના માધવપુરમાં 2 દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના 22 ગામો સંપર્ક વિહોણા થયા છે. માધવપુર ઘેડ સહિતના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે.

માધવપુર – સોમનાથ મેઈન હાઈવે નજીક પણ પાણી ભરાયા છે. તેમજ અનેક દુકાનો અને હોટલમાં પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદના પગલે માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે છે. માધવપુર ચોપાટી ઉપર આવેલું શિવલિંગ દરિયાના મોજામાં ઘેરાયું છે. સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ બાદ પોરબંદરના ઘેડ પંથકના 22 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. 22 ગામોમાં આવવા જવાના તમામ રસ્તાઓ પાણી ગરકાવ થયા છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામો જળમગ્ન થયા છે. નવી બંદર, બળેજ, ગોરસર, મોચા, મંડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

Advertisement
error: Content is protected !!