Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદ: ધોરણ 10 પછી કરી લો આ કોર્સ, જાણો કેવી રીતે મળશે લાખોમાં પગાર

અમદાવાદ : હાલમાં ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એડમીશન પ્રક્રિયા શરુ થઈ છે. જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને ખરેખર પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જો આ કોર્સ તમે કરી લીધો તો તમને મળશે લાખોમાં પગાર. જી હાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આઈટી અને કમ્પ્યુટર સાયન્સના ક્રેઝ વચ્ચે ઈન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જનિયિરિંગ કોર્સની બુમ જોવા મળી રહી છે.

આમ તો ધોરણ 10 પછી કારકિર્દી માટે અનેક કોર્સ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી સાયન્સ, કોમર્સ કે આર્ટસ લાઈન તરફ વળતા હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જીનિયરિંગ વિકલ્પ પસંદ કરતા હોય છે. ત્યારે ડિપ્લોમા એન્જીનિયરિંગમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગનો કોર્સ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી દિશા સમાન બની શકે છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એડમીશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને 13 જુન સુધી તેનું રજીસ્ટ્રેશ કરાવી શકશો. વિદ્યાર્થીઓ એસીપીડીસીની પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઈન એપ્લીકેશન કરી ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગના કોર્સની પસંદગી કરી શકે છે.

ક્યાં-ક્યાં થઈ રહ્યો છે આ કોર્ષ

ગવર્મેનટ પોલીટેકનીકના ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ઝંખના જણાવે છે કે, ધોરણ 10 પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગ માટે આ ખુબ જ સારી લાઈન છે. ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો કોર્સ ત્રણ વર્ષનો છે. આ કોર્સ ગુજરાતમાં ચાર જગ્યાએ થાય છે. ગવર્મેન્ટ પોલીટેકનીક અમદાવાદ, ગવર્મેન્ટ પોલીટેકનીક ગાંધીનગર, ગવર્મેન્ટ પોલીટેકનીક વ્યારા અને એવીપીટીઆઈ રાજકોટ આ ચાર ગવર્મેન્ટ કોલેજમાં જ આ કોર્સ થાય છે. નજીવી ફી સાથે આ કોર્સ થઈ શકે છે અને વિદ્યાર્થીનીઓ માટે આ કોર્સ ફ્રી છે. તો પ્રોફેસર ઉર્વિશ સોની જણાવે છે કે, આ કોર્સમાં વિદ્યાર્થીઓ પ્રોસેસને લગતી માહીતીઓ વિશે શિખી શકે છે, જેમ કે ટેમ્પ્રેચર, લેવલ ફ્લો જેવી માહિતી કેવી રીતે બહાર લાવવી તેના ઈન્સ્ટ્રુમેન્ટ ડિવાઈસ કેવી રીતે બનાવવા, તેને ઈન્સ્ટોલ કરવા, કઈ રીતે મેન્ટેનેન્સ કરવું તેની માહિતી આ કોર્સમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો : 
શું છે યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલ BS કોર્સ? વિદેશમાં પણ ખૂબ ઉપયોગી થશે!

કોલેજ પ્લેસમેન્ટમાં મળે છે લાખોના પેકેજ

હાલમાં જ કોલેજમાં અમુલ ડેરી ફેડ દ્વારા જોબ પ્લેસમેન્ટ કર્યુ. જેમાં આઠ લાખ સુઘીનું પેકેજ ડિપ્લોમાના વિદ્યાર્થીને મળ્યું હતું. આ સિવાય અદાણી, ઓએનજીસીમાં પણ ઈન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવે છે. સમગ્ર રાજ્યમાં સરકારી કોલેજોમાં આ એન્જિનિયરિંગ કોર્ષ માટે 400 બેઠકો છે. જે તમામ બેઠકો ભરાઈ જાય છે. આ જે જેટલા પણ નવા પ્લાન્ટ બની રહ્યાં છે તેમાં આ કોર્સની કરેલા લોકોની ડિમાન્ડ ખુબ છે. ત્યારે એમેઝોનના ડિલીવરી પ્લાન્ટની વાત હોય કે બાલાજીના ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટની વાત હોય તમામ પ્લાન્ટ ઓટોમેટિક ચાલે છે અને તેને ચલાવવા માટે ઈન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરની જરુર પડે છે. માત્ર ભારતમાં જ નહિ ગ્લફ કન્ટ્રી, અબુધાબી, દુબઈમાં પણ આ એન્જિનિયરની ખૂબ ચર્ચા છે. હાલમાં ડિપ્લોમાં કરેલા ઘણા વિદ્યાર્થીઓ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા મહિને કમાઈ રહ્યાં છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Advertisement
error: Content is protected !!