Explore

Search

October 13, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉમરગામનાં ગોવાડાથી ઝાઈ તરફ જતા હાઈવે પરનાં અકસ્માતમાં એકનું મોત, ત્રણ લોકો ઘાયલ

વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં ગોવાડાથી ઝાઈ તરફ જતા કોસ્ટલ હાઈવે પર ગોવાડા ચાર રસ્તા નજીક શનિવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓવરટેક કરવા જતાં બાઈક મોપેડ અને કાર સાથે અકસ્માત સજર્યો હતો, જેમાં બાઈક ચાલકનું મોત નીપજયું હતુ. જ્યારે અન્ય ત્રણને ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, દાહણુ તાલુકાનાં ઘોલવડ ગામે રહેતા અને ટેમ્પો ચાલકે હિતેશભાઈ છનાભાઈ આહિરે શનિવારે સવારે મોપેડ લઈ તેમની માતા લીલાબેનને ટીંભી ગામેથી દવા લઈને પરત ઘોલવડ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોવાડા ચાર રસ્તા પાસે પાછળથી આવેલી કેટીએમ બાઈકના ચાલકે હિતેશભાઈની મોપેડને ઓવરટેક કરવા જતાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી. તેથી હિતેશભાઈ અને તેમની માતા રોડ પર પટકાતાં ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જાય બાદ કેટીએમ બાઈક રોંગ સાઈડ પર જઈ સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા કેટીએમ બાઈકનાં ચાલક અમોલ જયવંત વણઝારા અને પાછળ બેસેલ મેહુલ ઉમરસાડા (બંને રહે.નાગનકસ,તા.દાહણુ)ને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ની ટીમ મદદ માટે સ્થળ પર પહોંચી હતી. ગંભીર રીતે થવાયેલ અમોલ વણઝારાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. જયારે પાછળ બેસેલ મેહુલને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ મોપેડ સવાર હિતેશભાઈ અને તેમની માતા લીલાબેનને માથા તથા કમરના ભાગે ઈજા થતાં ઉમરગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!