Explore

Search

October 13, 2026

Contact us -7820092500

IAS Coaching

ચીખલી તાલુકાનાં સીમમાં અજાણ્યા કાર અડફેટે એક યુવકનું મોત નીપજ્યું

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામના ખાતેના બાઈક સવાર મિત્રોને ચીખલીનાં ધોડવણી ગામે અજાણ્યા વાહનને ટક્કર મારતા એકનું મોત થયું હતું. જ્યારે એક યુવકને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામના પટેલ ફળીયા ખાતે રહેતા સંતોષ ખંડુંભાઈ રાઠોડ અને મિત્ર પ્રવીણભાઈ વલસાડ છૂટક મજૂર કામ કરવા માટે બાઈક ઉપર જઈ રહ્યા હતા.

તે દરમિયાન ચીખલી તાલુકાના ધોડવણી મોટા ફળીયા પીપલખેડથી પાણીખડક જતા રોડ ઉપર અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક સંતોષ રાઠોડને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના મિત્ર પ્રવીણભાઈને શરીરે ઓછી વધતી ઈજાઓ થતા સારવાર અર્થે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેની ફરિયાદ મરનારના પિતા ખંડુભાઈ દુબળીયાભાઈ રાઠોડ (રહે.શામગાહન)નાંએ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!