નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં મીણકચ્છ ગામે નાયકીવાડ ફળિયામાં રાત્રીના સમયે અચાનક એક શ્રમજીવી મકાનમાં અચાનક દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો. દીપડાએ ૧૩ વર્ષિય તરૂણને માથા અને કમરના ભાગે નહોર મારતા ઈજા પહોંચી હતી. દીપડો નૈતિક અંકિત નાયકાને પાંચેક મીટર દૂર સુધી ખેંચી ગયો ત્યારે નૈતિકે બાથ ભીડી બુમાબુમ કરતા તેની માતા મદદ માટે દોડી આવી હતી. જેને પગલે દીપડો નૈતિકને ત્યાંજ પડતો મૂકી ખેતર તરફ ભાગી ગયો હતો.
આ ઘટના અંગે મીણકચ્છ ગામના સરપંચએ ચીખલી વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. જેથી રવિવારના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં સોલધરા ઈકો પોઈન્ટ તળાવના નાકે તળાવની ફરતે ફેન્સીંગ કરતાં શ્રમજીવીઓ પાસે અચાનક દીપડો આવી ચડતા શ્રમજીવીઓમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરૂ ગોઠવવાની તજવીજ કરવામાં આવી હતી.(સૌજન્ય)(file photo)


