Explore

Search

October 10, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં નનસાડ ગામની પરણિત મહિલાને ત્રાસ આપતાં સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નનસાડ ગામ સ્થિત શિવાંજલી સોસાયટીમાં પિયરમાં આશરો લઈ રહેલી ૩૭ વર્ષીય પરિણીતા રિદ્ધિબેન કનકરાય સાંગાણીએ સાસરી પક્ષનાં અસહ્ય શારીરિક અને માનસિક અત્યાચાર સામે સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે રાજકોટ રહેતા પતિ પંકજ દામજીભાઈ ઠુંમર, સાસુ વસંતબેન ઠુંમર, દિયર સાગર ઠુંમર અને નણંદ ધારા ઠુંમર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

મળતી માહિતી મુજબ, રિદ્ધિબેનનાં લગ્ન માર્ચ ૨૦૨૩માં રાજકોટનાં માવડી પ્લોટ વિસ્તારમાં રહેતા પંકજભાઈ ઠુંમર સાથે થયા હતા. આ લગ્ન પંકજભાઈનાં બીજા લગ્ન હતા અને દરમ્યાન દંપતીને સંતાનમાં બે વર્ષ રિદ્ધિબેર્ને પુત્ર ભાગવત છે. લગ્ન બાદ સસરા, દિયર અને નણંદ સહિતનાં સંયુક્ત પરિવારમાં વસવાટ શરૂ કર્યાનાં માંડ દોઢ મહિનામાં જ સાસરિયાઓએ પોતાનું અસલી રૂપ બતવાનું શરૂ કરી ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધુ હતુ. જેમાં ઘર કામ બાબતે નણંદ ધારા અવાર નવાર તોછડાઈભર્યું વર્તન કરીને અપશબ્દો બોલતી તેમજ પતિ અને સાસુ સામે રિદ્ધિબેનની ચઢામણી કરતી હતી.

બીજી તરફ સાસુ વસંતબેન કરિયાવર બાબતે સતત ટોણાંમેણાં મારી ત્રાસ આપતા હતા. સાસુ વારંવાર ટોણા મારતા કે પોતે તો પિયરમાંથી ત્રણ કરોડ રૂપિયા લાવ્યા હતા તું કરિયાવરમાં શું લાવી છે, જો થોડા લાખ રૂપિયા પણ લાવી હોત તો મારા પુત્રને કામ લાગતે. આટલું જ નહીં, સાસુ ઘરમાંથી નીકળી જવાની ધમકી આપતા કહેતી કે મારા પુત્રને ૬ વખત પરણાવીશ પરંતુ તને આ ઘરમાં રહેવા સાસરિયાઓનાં કંકાસથી કંટાળીને રિદ્ધિબેન પતિને અલગ રહેવા માટે સમજાવ્યા ત્યારે પતિએ સહાનુભૂતિ દાખવવાને બદલે એવું સંભળાવી દીધું હતું કે, ઘરમાં ગમે તેટલી હેરાનગતિ થાય તો પણ તારે આજ ઘરમાં રહેવું પડશે.

આ ઉપરાંત એરપોર્ટ પર નોકરી કરતો દિયર સાગર પણ પોતાની ઊંચી પહોંચ અને મોટી ઓળખાણ હોવાનો રૂઆબ છાંટી ઘરમાંથી બહાર જાય એટલી જ વાર છે, તારો તો વરઘોડો કાઢી નાંખીશ તેવી ધમકી આપતો હતો. પતિ દ્વારા પણ મનફાવે તેમ ગાળો ભાંડીને મૂઢ માર મારવામાં આવતો હતો. આ અસહ્ય અત્યાચાર વચ્ચે આશરે બે મહિના અગાઉ કામ અર્થે રાજકોટ આવેલા પોતાનાં ભાઈ સાથે રિદ્ધિબેન કામરેજ સ્થિત પિયરે પરત આવી ગયા હતા. ઘટના અંગે સાસરી પક્ષનાં અત્યાચાર સામે ન્યાય મેળવવા રિદ્ધિબેને સુરત જિલ્લા મહિલા ફરિયાદ પોલીસે પતિ, સાસુ, દિયર અને નણંદ સહિત ચાર સાસરિયાઓ સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!