નવસારી જિલ્લાનાં વેસ્મા ગામેથી ગૌરક્ષકને મળેલ બાતમી આધારે ચીખલીમાં મીણકચ્છથી ડાભેલ કતલ માટે લઈ જવાતી ગાય અને વાછરડીને બચાવી ચાલકની ધરપકડ કરી આ કામમાં સામેલ બે’ને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, બીલીમોરાના ગૌરક્ષકને બાતમી મળી હતી કે, ચીખલીના મીણકચ્છ ગામેથી એક ટાટા ટેમ્પોમાં આરીફ અલ્લારખા મુલતાની (રહે.થાલા ગામ,ચીખલી) ટેમ્પોમાં ગાય અને વાછરડીને ભરાવી પોતાની પલ્સર બાઈક ઉપર ટેમ્પાનું પાયલોટિંગ કરી રહ્યો છે. જે ગૌવંશ કતલ માટે ડાભેલ તરફ લઈ જનાર છે તેવી બાતમી અંગે નવસારી પોલીસ કંટ્રોલ રૂમને કરતા ચોકીના પીએસઆઈ અને ટીમે તત્કાલિક વેસ્મા ગામે સડક ફળિયા સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો. પલ્સર બાઈક પર પાયલોટિંગ કરનાર આરીફ અલ્લારખા મુલતાની ફરાર થઈ ગયો હતો. આમ, પોલીસે ટેમ્પો ચાલક સંજય હસમુખભાઈ હળપતિ (રહે.મીણકચ્છ,ચીખલી)ની ધરપકડ કરી હતી. આમ, પોલીસે ગાય અને વાછરડી, ટેમ્પો અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૪.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે રૂરલ પોલીસમાં એ.એસ.આઈ, ગાય ભરાવનાર આરીફ મુલતાની અને અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો.(સૌજન્ય)


