Explore

Search

September 30, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં ચોર્યાસી ગામે ગાંજાનું વેચાણ કરનાર એક શખ્સ ઝડપાયો

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ચોર્યાસી ગામે ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને કામરેજ પોલીસે ૧૩૮ ગ્રામ ગાંજો, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧૦,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ, ચોર્યાસી ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૪૮ની ડાબી તરફ આવે પતરાના ગલ્લામાં એક શખ્સને ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી કરતા છૂટક વેચાણ કરતાં ઝડપી લીધો હતો.

આમ, પોલીસે તપાસ દરમિયાન ગલ્લામાંથી ૧૩૮ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા ૬,૬૦૦ કબજે કરી ગલ્લામાંથી અને અંગઝડતીના રોકડા રૂપિયા તથા એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૦,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રભુકુમાર ચૌધરી (રહે.ચોર્યાસી ગામ)નાંની અટક કરી પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો શહેરના અશ્વિનીકુમાર રેલવે પટરી પરથી એક અજાણ્યા શખ્સ પાસેથી છૂટક વેચાણ માટે ખરીદ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે પ્રભુકુમાર ચૌધરી અને ગાંજો પૂરો પાડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!