Explore

Search

August 3, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરતમાં ભારે વરસાદ: 240થી વધુ લોકોનું સલામત સ્થળાંતર, સિવિલ ડિફેન્સ 24×7 એલર્ટ

સુરત: શહેરમાં અનરાધાર વરસાદ વચ્ચે જિલ્લા તંત્ર અને સિવિલ ડિફેન્સ દ્વારા રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ, પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF, SDRF અને અન્ય એજન્સીઓ સંકલિત રીતે મેદાનમાં કાર્યરત છે.

અમરોલી, અબ્રામા, વેલંજા, ઉમરા અને કઠોર સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 240થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી વેલંજા પ્રાથમિક શાળામાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં ભોજન, પીવાનું પાણી અને આરોગ્ય સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.બીજી તરફ મોટા વરાછા રિવર સાઇડ રોડ પર લેન્ડસ્લાઇડના કારણે રસ્તો ધસી જતાં સિવિલ ડિફેન્સે તાત્કાલિક બેરિકેડિંગ કરી 250થી વધુ વાહનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરીને સંભવિત અકસ્માત ટાળ્યો હતો.તંત્રના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સિવિલ ડિફેન્સની તમામ ટીમો 24×7 એલર્ટ મોડ પર રહી સતત કામગીરી કરી રહી છે.

Advertisement
error: Content is protected !!