તાજેતરના અતિભારે વરસાદ અને પૂરથી પશુહાનિ ભોગવનાર ડાંગ જિલ્લાના ત્રણ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી કુલ રૂ.1,01,500 ની સહાયના ચેક ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યા.
આહવા તાલુકાના મોગરા ગામના અનદભાઈ પવાર, ઘવલીદોડના ઉલસભાઈ જાદવ અને જામલાપાડાના શંકરભાઈ મહાલાને સહાય આપવામાં આવી હતી. ઉપરાંત સુન્દા ગામના સુરેશભાઈ ધૂમને કેટલ શેડ માટે રૂ.3,000ની સહાય ચૂકવવામાં આવી. અગાઉ ઘોઘલી ગામના 12 પશુપાલકોને પણ કુલ રૂ.7.54 લાખ ની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું.


