દક્ષિણ ગુજરાત અને મુંબઈ ડિવિઝનમાં અતિ ભારે વરસાદથી ઉદવાડા–દહાણું રોડ વચ્ચે રેલવે ટ્રેક ધોવાતા કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી સહિત અનેક ટ્રેનો કલાકો સુધી વિલંબિત રહી હતી અને કેટલીક ટ્રેનો નવસારી–દાદર વચ્ચે રદ કરાઈ હતી.
અટવાયેલા મુસાફરો માટે રેલવે તંત્ર અને સામાજિક સંસ્થાઓએ ભોજન તથા રહેવાની વ્યવસ્થા કરી હતી. બીજી તરફ ભચાઉ–સામખિયાળી વચ્ચે નોન-ઈન્ટરલોકિંગ કામગીરીને કારણે 4 ઓગસ્ટ સુધી કચ્છને જોડતી 32 ટ્રેનો સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરાતા આગામી દિવસોમાં રેલવે સેવા પર વ્યાપક અસર રહેશે.


