Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching

ભારે વરસાદની અસર: અમદાવાદ-મુંબઈ વચ્ચે પાંચ ટ્રેન સેવા રદ

ગુજરાતમાં સતત ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો છે. ગુજરાત મેલ, કર્ણાવતી, ડબલ ડેકર, વંદે ભારત અને તેજસ એક્સપ્રેસ સહિત પાંચ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ પણ ટૂંકાવાયા છે.

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ પર છે અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ 24-25 જુલાઈ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ખાનગી સંસ્થાઓએ કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ અથવા રજા આપવાની અપીલ કરી છે.

Advertisement
error: Content is protected !!