Explore

Search

July 25, 2026

Contact us -7820092500

IAS Coaching

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદનું સંકટ, નવસારી-વલસાડમાં રેડ એલર્ટ

રાજ્યમાં સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે આગામી 48 કલાક દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. છેલ્લા બે દિવસના ભારે વરસાદથી અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે અને અત્યાર સુધીમાં અંદાજે 38 હજાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Advertisement
error: Content is protected !!