વ્યારા : તાલુકાના છીંડીયા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના આથમણી ફળિયામાં રહેતા નિકુંજભાઈ પ્રવીણભાઈ ગામીતના ૩ વર્ષના પુત્ર નક્ષકુમારનું ઘરની પાછળ આવેલા કોતરના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘરની પાછળ આવેલા કોતરમાં પાણી ભરાયેલું હતું, જેમાં બાળક અચાનક પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ બાળકના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.


