ગાંધીનગર : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે CG સેમિની અત્યાધુનિક OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધામાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે. આ સાથે ભારતમાં નિર્મિત સેમિકન્ડક્ટર ચીપ્સનું સાણંદથી દેશ-વિદેશમાં વ્યાવસાયિક વિતરણ શરૂ થશે.
વડાપ્રધાનશ્રી આ પ્રસંગે પ્લાન્ટમાં વિવિધ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રક્રિયાઓનું નિરીક્ષણ પણ કરશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહેશે.આ અવસરે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું છે કે સાણંદ આજે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે અને આગામી દાયકો ભારતના ટેકનોલોજી આધારિત ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે. આ પ્રોજેક્ટને દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


