Explore

Search

June 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News : પેઢીનામું બનાવવા રૂ.8 હજારની લાંચ: તલાટી અને VCE ACBના ટ્રેપમાં ઝડપાયા

આણંદ : જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અને VCEને પેઢીનામું તૈયાર કરી આપવા માટે લાંચ માંગવાના કેસમાં ACB એ રંગેહાથ ઝડપી પાડ્યા છે.ACBની માહિતી મુજબ, ફરિયાદીના વડીલોપાર્જિત ખેતીની જમીનમાં વારસદારોના નામ દાખલ કરવા માટે જરૂરી પેઢીનામું તૈયાર કરી આપવા બદલ તલાટી કૈવન બીપીનભાઈ શાહ અને VCE શૈલેષ રામભાઈ મકવાણાએ શરૂઆતમાં રૂ.10 હજારની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ.8 હજાર લેવાનું નક્કી થયું હતું.

ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરતા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન VCEએ ફરિયાદી પાસેથી રૂ.8 હજાર સ્વીકાર્યા બાદ તલાટીના કહેવા મુજબ રૂ.2 હજાર પરત આપ્યા હતા. બન્ને આરોપીઓએ મળીને રૂ.6 હજારની લાંચ સ્વીકારી હોવાનું બહાર આવતા ACBની ટીમે સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.ACBએ બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામડાના સામાન્ય નાગરિકના કામ માટે લાંચ માંગતા સરકારી કર્મચારીઓ સામે થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે.

Advertisement
error: Content is protected !!