Explore

Search

June 20, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

જિલ્લામાં LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીને મોટી સફળતા મળી છે. સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી આરોપી જયેશભાઇ શંકરભાઇ રાઠોડ (ઉં.વ.૩૫, રહે.મિસ્ત્રિ ફળિયુ, સોનગઢ) ને ૧૮ જૂન ૨૦૨૬ના રોજ બપોરે ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપી સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Advertisement
error: Content is protected !!