Explore

Search

June 16, 2026

Contact us -7820092500

IAS Coaching

ડોલવણ તાલુકાના પાટી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ

(માહિતી બ્યુરો, તાપી) : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. શિબિર દરમિયાન નાગરિકોને સરકારની ઓનલાઈન સેવાઓ સરળતાથી મળી રહે તે માટે સુગમ ડિજિટલ પોર્ટલ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ વિવિધ ડિજિટલ સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત વિવિધ યોજનાઓના પાત્ર લાભાર્થીઓને જરૂરી સેવાઓ અને સહાય સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જનકલ્યાણ શિબિરમાં,પીએમ આવાસ,પીએમ સૂર્ય ઘર યોજના, વ્હાલી દીકરી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના,લખપતિ દીદી યોજના,આધાર કાર્ડ, રેશનકાર્ડ સેવા સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ, લોકપ્રતિનિધિઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!