Explore

Search

June 16, 2026

Contact us -7820092500

IAS Coaching

બારડોલીનાં ટીમ્બરવા ગામે મારણની લાલચે દીપડો પાંજરે પુરાયો

બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામે ફાટક ફળિયામાં દીપડા દ્વારા મરઘાના શિકાર કરવાના બનાવો વારંવાર બની રહ્યા હતા. જેથી આ બાબતે ગામના સરપંચે સામાજિક વનીકરણ રેંજમાં રજૂઆત કરતા ફાટક ફળિયામાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. પરંતુ દીપડો અલગ અલગ ઘરો પાસે જઈ મરઘાનો શિકાર કરી પલાયન થઈ જતો હતો. હાલ બે દિવસથી દીપડો ફાટક ફળિયાના અશ્વિનભાઈ રૂમસિંગભાઈ ચૌધરીના ઘરના વાડા પાછળથી મરઘા લઈ જતો હતો.

અશ્વિનભાઈએ ઘરના જમાઈ સંદીપ મુકેશભાઈ રાઠોડને જાણ કરતા સંદીપભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડના માર્ગદર્શન મુજબ સાંજે પાંજરું ગોઠવ્યું હતું. જેથી રાત્રીના ૧:૩૦ વાગ્યે દીપડો મરઘા ખાવાની લાલચે પાંજરે પુરાયો હતો. ગામના જાગૃત નાગરિકે સામાજિ વનીકરણ રેંજમાં જાણ કરતા સરકાર દ્વારા એનિમલ્સ રેસ્ક્યુ માટેના હાઈડ્રોલીક વાહનમાં દીપડાનો કબજો લઈ સામાજિક વનીકરણ રેંજ ઓફિસ પર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ અધિકારીના માર્ગદર્શન મુજબ દીપડાને જંગલમાં સહીસલામત છોડી મૂકવામાં આવશે. દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!