સુરત જિલ્લાનાં કામરેજનાં ખોલવડ ગામનાં રહેતા એક આધેડે દવા પીને આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે કામરેજ પોલીસેકાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, કામરેજનાં ખોલવડ ગામે નક્ષત્ર પેલેસનાં એક મકાનમાં રહેતા અને મુળ ભાવનગર જિલ્લાનાં જેસર ગામનાં લાલજીભાઈ રાવજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૭) તેમનાં રૂમનાં બાથરૂમમાં અગમ્ય કારણોસર સેલફોસ નામની ટેબલેટ ગળી લીધી હતી. જેની જાણ પરીવારજનોને થતા લાલજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન લાલજીભાઈનું મોત થયું હતું. બનાવ અંગે જાણ થતા કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી લાલજીભાઈએ કયા કરાણોસર આત્મહત્યા કરી છે તેની કાર્યવાહી હાથ ધરી હતી.(file photo)


