સુરત જિલ્લાનાં મહુવાનાં કાછલ ગામના બસ સ્ટેશન પરથી શેખપુર ગામની પરિણીતા કરેલ ફોન કોલે પતિએ રિસીવ ન કરતાં તેણીને મનમાં ખોટું લાગી આવતા બસ સ્ટેશન પર ઝેરી દવા પી લેતા તેને તાાકાલિક એમ્યુલન્સ મારફતે મહુવા સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આમ, પોલીસે આત્મહત્યા બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના કાછલ ગામના બસ સ્ટેશન પાસે વનિતાબેન ઉર્ફે જાગુ અક્ષયકુમાર પટેલ (રહે.વલવાડી ફળિયું, શેખપુર ગામ,મહુવા)નાંએ તેના પતિ અક્ષય પટેલને અવરનવર ફોન કર્યો હતો.
પરંતુ અક્ષય તે નોકરી પર હોવાથી ફોન રિસીવ ન કરતાં વનિતા ઉર્ફે જાગુ પટેલને મનમાં ખોટું લાગી આવતા બસ સ્ટેન્ડ પર જ ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહુવા સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે મૃતકના પતિ અક્ષયકુમાર પરષોત્તમભાઈ પટેલની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

