Explore

Search

August 11, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત ગ્રામ્ય LCB પોલીસની કામગીરી : જુગાર રમતા નવ જુગારીઓને રૂપિયા 6.38 લખનનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી

સુરત જિલ્લાનાં ઓલપાડના અસ્નાબાદ ગામની એક રેસીડેન્સીના મકાનમાં જુગાર રમતા નવ જુગારીઓને જડપી પાડી મળી રૂપિયા 6,38,300/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની ટીમ ગુરુવારના રોજ ઓલપાડ ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે સમયે બાતમી મળી હતી કે, ઓલપાડ અસ્નાબાદ ગામે મુરલીલેક સીટી રેસીડેન્સીના એક મકાનમાં પહેલા માળની રૂમમાં કેટલાક ઈસમો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે.

જ્યાં પોલીસે રેડ કરી મકાનમાં જુગાર રમતા નવ જુગારીઓને દબોચી લીધા હતાં. આ જુગારીઓ હાલમાં સુરત જિલ્લા અને શહેરમાં વસવાટ કરી રહ્યા છે. પોલીસે જૂગાર સ્થળેથી જૂગાર દાવના રોકડા રૂપિયા અને જડપાયેલ જુગારીઓની અંગજડતીના રૂપિયા, 5 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 6,38,300/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે પોલીસે જુગાર રમતા સુરેશ કાનાભાઈ ચાવડા અને રામ રમણભાઈ ગોજીયા, પરબત કેશુભાઈ ગોજીયા, ચંદ્રેશ નારાયણ જોષી, રાજેશ ભુદરભાઈ ભલગામડિયા, જીવાભાઈ ગોજીયા,  રાજુ ગાંડાલાલ પટેલ તેમજ સંજય ભીખાભાઈ ચાવડા નાઓને પકડી પાડી તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!