બારડોલી તાલુકાના કડોદ ગામે રહેતા વેપારી દર્શનકુમાર બાબુલાલ ગોયલ ગોયલના મોબાઈલ ફોનમાં અજાણ્યા ઠગે વાઈસર દાખલ કરીને મોબાઈલ હેક કરી રૂ.4.57 લાખ ઉપાડી લીધા હતા. અજાણ્યા ઈસમે મોબાઈલનો રીમોટ એકસેસ મેળવી લઈ આઈ.સી.આઈ.સી. બેંકનો પ્લેટીનમ ક્રેડીટ કાર્ડ, એમેઝોન-પે ક્રેડીટ કાર્ડ અને એકસીસ બેંકના ક્રેડીટ કાર્ડ દ્વારા અલગ અલગ ટ્રેન્ઝેકશન અને યુ.પી.આઈ. ટ્રાન્ઝેકશન દ્વારા રકમ ઉપાડી લીધા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ સાયબર ફોડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના કડોદ ગામે નવા ફળિયામાં પેટ્રોલ પંપ પાસે રહેતાં દર્શનકુમાર બાબુલાલ ગોયલની કડોદ ગામે હેર આર્ટ નામની દુકાનમાં ગત રોજ 7 મે ના રોજ કડોદના દંતાઈ ફળિયામાં લગ્ન પ્રસંગે ગયા હતા.
તે દરમિયાન તેઓ પોતાના મોબાઈલમાં દુકાનના સી.સી.ટી.વી. ચેક કરવાની કૌશિશ કરી રહ્યા હતા. ત્યારે અચાનક મોબાઈલમાં સોફટવેર અપડેટ એપ્લિકેશન આપમેળે શરૂ થયેલી જોવા મળી હતી. આશરે અડધા કલાક બાદ તેમનો મોબાઈલ રિસ્ટાર્ટ થયો હતો. ત્યારબાદ મોબાઈલનો તમામ ડેટા ડિલીટ થઈ ગયો હોવાનું જણાતા તેમણે પોતાના જૂના ઈ-મેઈલ આઈ.ડી.થી ફરી લોગિન કરી જરૂરી એપ્લિકેશનો ડાઉનલોડ કરી હતી. સાંજે એમઝોન પર પોતાના ઓર્ડરો ચેક કરતા ગિફટ વાઉચરની ખરીદી સબંધિત શંકાસ્પદ ઓર્ડરો જોવા મળ્યા હતા.
વેપારી આઈ.સી.આઈ.સી.આઈ. બેંકનું પ્લેટિનમ કાર્ડમાંથી તારીખ 7 નાંરોજ રૂ.37,500/-ના કુલ નવ ટ્રાન્જેકશન મળી કુલ રૂ3,37,500 તથા એમેઝોન પે ક્રેડીટ કાર્ડમાંથી રૂ.37,500 તેમજ દર્શન ગોયલના એકસીસી બેંકના એ.સી.ઈ. ક્રેડીટ કાર્ડમાંથી 37,500ના બે ટ્રાન્ઝેકશન મળી કુલ રૂ.75 હજાર અને એચ.ડી.એફ.સી. બેંકના ખાતામાંથી યુ.પી.આઈ. ટ્રાન્ઝેકશન દ્વારા રૂ.7,500 મળી કુલ રૂપિયા 4,57,500/-ના અલગ અલગ કિંમતના ગીફટ વાઉચર એમેઝોન એપમાંથી ખરીદી લઈ દર્શન ગોયલના ફોનનો ડેટા ડીલીટ કરી તેની સાથે સાયબર ફોડ કર્યો હતો. બનાવ અંગે દર્શન ગોયલે સાયબર સેલ પોલીસ તથા બારડોલી પોલીસ મથકે નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

