Explore

Search

May 22, 2026

Contact us -7820092500

IAS Coaching

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ-રાજપારડી રોડ ઉપર સર્જાયેલ ગંભીર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ-રાજપારડી રોડ ઉપર ભોટનગરથી કુરી ગામ તરફ જવાના માર્ગ પર આવેલ ભાથીજી મંદિર નજીક ફોર્ચ્યુનર અને ઈકો કાર વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બંને ઈકો ગાડીમાં સવાર વિનેશ વિઠ્ઠલ વસાવા (રહે.આંજોલી તા.નેત્રંગ) અને અંકિત વસાવા (રહે.આંજોલી તા.નેત્રંગ) તેમજ ફોર્યુનર કારના ચાલક ચિરાગ સોની (રહે.નેત્રંગ)ને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશોને થતાં તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જેમાં વીનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અંકલેશ્વર અને ત્યાંથી સુરતમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ પરીવારજનોમાં શોકની લાગણી વ્યાપી હતી. મૃતક વીનેશ વિઠ્ઠલ વસાવાના પરીવારજનોએ નેત્રંગ પોલીસ સ્ટેશને આવી ફોર્ચ્યુનર ચાલક ચિરાગ સોની (રહે.નેત્રંગ) વિરુદ્ધ ગુન્હો નોંધાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!