Explore

Search

May 22, 2026

Contact us -7820092500

IAS Coaching

કીમ પોલીસે ગાડીનો વેચાણનો સોદો કર્યા બાદ રૂપિયા 6 લાખની છેતરપિંડી કરનાર બે ઈસમો સામે ફરીયાદ નોંધી

સુરત જિલ્લાનાં કીમ નજીક મુળદ ગામે સ્કોર્પીયો ગાડીનો વેચાણ સોદો કર્યા બાદ 6 લાખ રૂપિયા લઈ ગાડી કે રૂપિયા પરત નહીં આપતા અંતે કીમ પોલીસ મથકે કોસંબા અને લીંબાયતનાં લોકો વિરૂદ્ધ 6 લાખ રૂપિયાની છેતરપિંડીનો ગુન્હો નોંધાયો હતો.

મળતી માહિતી મુજબ, કીમ પોલીસની હદમાં હસ્તી રેસીડેન્સી પોસ્ટ ઓફીસ રોડ ખાતે રહેતા મિતુલકુમાર રમેશભાઈ ગોહીલ કોસંબા ખાતે રહેતા હનિફ શેખ રહે તાપી રેસીડેન્સી રેલ્વે સ્ટેશનની બાજુમાં તેમજ સુરત લીંબાયત મીઠી ખાડી ખાતે રહેતા જાવીદ અબ્દુલરઝાક દાતી સાથે 6 લાખ રૂપિયા કિંમતમાં સ્કોર્પીઓ ક્લાસીક કાર વેચાણ આપવાનું નાટક કરી ફરીયાદી મિતુલ ગોહીલ પાસેથી 6 લાખ રૂપિયા સોદા પેટે લઇ લીધા હતા. જોકે ત્યાર બાદ ઉપરોક્ત બંને આરોપીઓ દ્વારા સ્કોર્પીયો ગાડી કે પૈસા પરત નહીં આપતા અંતે મામલો કીમ પોલીસ મથકે પહોંચ્યો હતો.

ફરીયાદીએ કીમ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં બંને આરોપીઓ દ્વારા વાતચીત થયેલ સોદા મુજબ સ્કોર્પીયો કાર અથવા રોકડા 6 લાખ રૂપિયા પરત વારંવાર માંગવા છતા પણ ગલ્લા તલ્લા કરતા અંતે કીમ પોલીસે હનિફ શેખ (રહે.કોસંબા ગામ) અને જાવીદ અબ્દુલરઝાક દાતી (રહે.લીંબાયત) વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!