સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં નાના બોરસરા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીનાં ઘરેણા મળી કુલ ૧.૯૫ લાખની ચોરી કરી ગયા હતા. મળતી માહિતી અનુસાર, હાલ અંકલેશ્વર ખાતે સનસીટી સોસાયટીમાં રહેતા અને મુળ માંગરોળનાં નાના બોરસરા ખાતે રાજપૂત ફળીયામાં રહેતા ૫૭ વર્ષીય અજીતસિંહ કેશરીસિંહ ચૌહાણ ખેતી કરે છે. 
તેમણે કોસંબા પોલીસ મથકમાં નોંધાવાયેલ ફરિયાદ મુજબ, રાત્રીનાં ત્રણેક વાગ્યાનાં અરસામાં બે અજાણ્યા ઈસમો તેમનાં બંધ ઘરનાં મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ ઘરનાં માસ્ટર બેડરૂમમાં આવી લોખંડનાં કબાટની તિજોરીમાંથી ૧.૯૫ લાખના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે કોસંબા પોલીસે ગુણહી દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

