Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : માંડવી પોલીસે ક્રૂરતાપૂર્વક લઈ જવાતી ૧૭ ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી: કુલ ૯ લાખનો મુદ્દામાલ જપ્ત

માંડવી વિસ્તારમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માંડવી પોલીસે બાતમીના આધારે અંબાજી નાકા પાસેથી બિનકાયદેસર રીતે અને અત્યંત દયનીય હાલતમાં ૧૭ ભેંસોને ભરીને લઈ જતી એક ટાટા ટ્રક ઝડપી પાડી છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરાવી આપનાર અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

ફાઈલ ફોટો

મળતી માહિતી પ્રમાણે માંડવી પોલીસના કર્મચારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઝંખવાવથી માંડવી થઈ ખેડપુર તરફ એક ટ્રક નંબર જીજે/૧૬/ઝેડ/૯૭૪૯ માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે અંબાજી નાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ટ્રકની પાછળના ભાગે તાડપત્રી બાંધીને અત્યંત સાંકડી જગ્યામાં ૧૭ ભેંસોને ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખીચ ભરેલી હતી. પશુઓ માટે ઘાસચારા, પાણી કે હવા-ઉજાસની કોઈ વ્યવસ્થા નહોતી, તેમજ પ્રાથમિક સારવાર માટેના તબીબી સાધનો પણ ઉપલબ્ધ નહોતા. પશુઓની હેરફેર માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર કે પરમિટ પણ ડ્રાઈવર પાસે મળી આવી નહોતી.

પોલીસે ટ્રકના ચાલક શબ્બીર હુસેન સીરાજ મોહમદ બલોચ (રહે. સાગબારા, નર્મદા) અને ક્લીનર ઉમાઈન જહાંગીર મુલતાની (રહે. ઝંખવાવ, સુરત ગ્રામ્ય) ની સ્થળ પર જ અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ પશુઓ ઝંખવાવના સલીમ ગુલામ દિવાન નામના શખ્સે ભરાવી આપ્યા હતા અને તેને મહારાષ્ટ્રના ધુલીયા બજારમાં વેચવા લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોન્ટેડ આરોપી સલીમ દિવાનને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
error: Content is protected !!