Explore

Search

May 5, 2026

Contact us -7820092500

IAS Coaching

દારૂ પીને ટેન્કરને સાપની જેમ દોડાવ્યું: જાગૃત નાગરિકની સતર્કતાથી મોટી હોનારત ટળી

સોનગઢના નવા આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે નશાની હાલતમાં ગફલતભરી રીતે ટેન્કર હંકારી રહેલા એક મહારાષ્ટ્રીયન ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટના ગત તારીખ 04 મે, 2026 ના રોજ સાંજના સમયે બની હતી.

પોલીસને ‘112’ હેલ્પલાઈન દ્વારા એક જાગૃત નાગરિક તરફથી માહિતી મળી હતી કે નવાપુર તરફથી સોનગઢ તરફ આવી રહેલ એક ટેન્કર ચાલક પોતાનું વાહન અત્યંત જોખમી અને વાંકું-ચૂંકું ચલાવી રહ્યો છે, જેનાથી અન્ય રાહદારીઓના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે.આ બાતમીના આધારે સોનગઢ પોલીસની ટીમે નેશનલ હાઈવે 53 પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું અશોક લેયલંડ કંપનીનું ટેન્કર નંબર MH 43 CK 5823 ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન ટેન્કર ચાલક રામ માધવ મુંડે (રહે. પરભણી, મહારાષ્ટ્ર) દારૂના નશામાં એટલી હદે ચૂર હતો કે તે લથડિયાં ખાઈ રહ્યો હતો અને વ્યવસ્થિત બોલી પણ શકતો ન હતો.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચાલક મહારાષ્ટ્રના ધુલિયા પાસેના કોઈ ઠેકા પરથી દારૂ પીને આવ્યો હતો. પોલીસે ચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Advertisement
error: Content is protected !!