Explore

Search

April 28, 2026

Contact us -7820092500

IAS Coaching

બાજીપુરા પોલીસ ચેકપોસ્ટ પાસે ટ્રકે કારને ટક્કર મારી: સદનસીબે જાનહાનિ ટળી

વાલોડ તાલુકામાં આવેલી બાજીપુરા પોલીસ ચેકપોસ્ટ પાસે પૂરઝડપે આવતી એક ટ્રકે સ્વિફ્ટ કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ કારને અંદાજે રૂપિયા 35 હજાર નું આર્થિક નુકસાન પહોંચ્યું છે.મળતી માહિતી પ્રમાણે મૂળ સુરતના રહેવાસી અને આઈ.ટી. ક્ષેત્રમાં નોકરી કરતા ધવલસિંહ સુરેશસિંહ બારડ 26 એપ્રિલ ના રોજ બપોરે તેમના પરિવાર સાથે પોતાની સ્વિફ્ટ કાર નંબર GJ-05-CL-3158 લઈને વાંસદા તરફ જઈ રહ્યા હતા.

બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે નંબર-53 પર બાજીપુરા પોલીસ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી વખતે પાછળથી પૂરઝડપે આવતી એક ટાટા કંપનીની ટ્રકે નંબર GJ-31-U-0304 તેમની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં કારનો દરવાજો દબાઈ ગયો હતો અને આગળ-પાછળના બમ્પર તેમજ કાચ તૂટી ગયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક નાના અરસદ સલીમ (રહે.વેજલપુર, પંચમહાલ) એ નુકસાનીનો ખર્ચ આપવાનો ઇનકાર કરતા અંતે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. વાલોડ પોલીસે આ અંગે ટ્રક ચાલક નાના અરસદ સલીમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Advertisement
error: Content is protected !!