Explore

Search

April 27, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું

તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને પુરુષ તથા મહિલા બંને વર્ગના મતદાતાઓએ લોકશાહી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી સક્રિય રીતે મતદાન કર્યું હતું.

જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી સાંજે ૫.૫૪ કલાકે પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ તાપી જિલ્લા પંચાયત માટે કુલ નોંધાયેલા ૫,૭૦,૭૧૮ મતદારો પૈકી ૪,૨૯,૮૯૪ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું હતું.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે કરવામાં આવી હતી. મતદાન મથકો પર સુરક્ષા તથા સુવિધાઓની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને મતદાન પ્રક્રિયા વિઘ્નરહિત રીતે પૂર્ણ થઈ હતી.

Advertisement
error: Content is protected !!