Explore

Search

April 23, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News tapi : વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ

વાલોડમાં લાકડા બતાવવાના બહાને બોલાવીને એક યુવકને માર મારી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાનવેરીના ઝંડી ફળિયામાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા અમિતકુમાર પ્રવિણભાઇ ગામીત (ઉ.વ.૩૦) ગત તા. ૨૦/૦૪/૨૦૨૬ ના રોજ આ ઘટનાનો ભોગ બન્યા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી સાવનભાઇ સંજયભાઇ માને (રહે.વાલોડ, પુલ ફળીયુ) એ ફરિયાદી અમિતકુમારને લાકડા બતાવવા માટે વેડછી તરફ વાલ્મિકી નદી પાસે બોલાવ્યા હતા. ત્યાં કોઈ લાકડા ન બતાવતા ફરિયાદીએ પૂછ્યું હતું કે, “લાકડા બતાવવા બોલાવેલ છે તો ટાઇમપાસ કેમ કરે છે”, જેનાથી ઉશ્કેરાઈને આરોપી સાવન ગુસ્સે ભરાયો હતો.ત્યારબાદ, જ્યારે ફરિયાદી અને તેમના મિત્ર રાહુલભાઇ મોટરસાયકલ પર વાલ્મિકી નદીનો બ્રીજ પસાર કરી વાલોડ-બુહારી રોડ પર સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ સામે આવ્યા, ત્યારે સાવને તેના અન્ય સાથીઓ – ગોલુ, દિનેશ ઉર્ફે દિન્યો અને એક અજાણ્યા છોકરા (તમામ રહે.વાલોડ) સાથે મળીને તેમને રસ્તામાં રોક્યા હતા. આ શખ્સોએ નાલાયક ગાળો આપી, ફરિયાદીને મોઢાના ભાગે મુક્કો મારી, તેમજ મિત્ર રાહુલભાઇને પણ ધક્કો અને ઝાપટ મારીને હુમલો કર્યો હતો.મારપીટ દરમિયાન આરોપી સાવનભાઇએ અમિતકુમાર પાસેથી અંદાજે રૂ.૫૦૦૦/- ની કિંમતનો ઓપ્પો કંપનીનો બ્લ્યુ કલરનો સ્માર્ટફોન લૂંટી લીધો હતો અને તમામ આરોપીઓ સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.આ મામલે વાલોડ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

Advertisement
error: Content is protected !!