Explore

Search

April 23, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News tapi : હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો

સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હિરાવાડી ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના રોકડ રૂપિયા સહિત કુલ 90,500/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર ગત તારીખ 19/04/2026 ના રોજ હિરાવાડી ગામના ડેરી ફળીયામાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ ત્રણ અલગ-અલગ ઘરોને નિશાન બનાવ્યા હતા.ફરિયાદીના ઘરની બારીના સળીયા તોડી કબાટમાંથી 20 હજાર રૂપિયાની ચોરી કરી હતી.સાહેદ દાઉદભાઈ ગામીતના ઘરના છત પરથી નળીયા ખસેડી પ્રવેશ કરી કબાટમાંથી 10 હજાર રૂપિયાની ચોરી કરી હતી.જયારે રમીલાબેન ગામીતના ઘરની બારી તોડી કબાટમાંથી 500/- રૂપિયાની ઉઠાંતરી કરી હતી.આમ, કુલ 30,500/- રૂપિયાની ઘરફોડ ચોરી અંગે સોનગઢ પોલીસ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લાના પોલીસ અધિક્ષક જે.એન.દેસાઈના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.

આ દરમિયાન રાણીઆંબા રેલ્વે ફાટક પાસે ચોરીનો આરોપી આવનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. વોચ દરમિયાન નંબર પ્લેટ વગરની મોપેડ પર પસાર થતા અવિનાશ ઉર્ફે અવિ અશ્વિનભાઇ ગામીત (ઉ.વ.21, રહે નાના કાકડકુવા) ને પોલીસે અટકાવ્યો હતો. તેની સઘન પૂછપરછ અને તપાસ કરતા તેના ખિસ્સામાંથી ચોરીના રોકડા 30,500/- રૂપિયા મળી આવ્યા હતા.પોલીસે આરોપી પાસેથી નીચે ચોરીના રોકડા રૂપિયા 30,500/- ,નંબર પ્લેટ વગરની TVS મોપેડ અને મોબાઈલ નંગ-2 કુલ કિંમત રૂપિયા 90,500/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement
error: Content is protected !!