Explore

Search

April 17, 2026

Contact us -7820092500

IAS Coaching

સોનગઢમાં જાહેરનામાનો ભંગ: ભાડુઆતની વિગત પોલીસને ન આપનાર દુકાન માલિક સામે ગુનો નોંધાયો

સોનગઢમાં ભાડુઆતની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ એક દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે તાપી એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ જ્યારે સોનગઢ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે ઇસ્લામપુરા મેઈન રોડ પર સ્થિત ‘હીરો હોન્ડા ઓટો ગેરેજ’ નામની દુકાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દુકાન માલિક ચંદ્રકાંતભાઈ દલીયાભાઇ ગામીત (રહે.ગુરુક્રુપા સોસાયટી, વ્યારા) એ પોતાની દુકાન માનસીંગભાઈ સુખાભાઇ ગામીતને છેલ્લા બે વર્ષથી ભાડે આપી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે દુકાન માલિકે ભાડુઆત પાસેથી કોઈ ઓળખના પુરાવા (ID Proof) કે ફોટા લીધા નહોતા. દુકાન ભાડે આપ્યા અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી નહોતી.આ બેદરકારી બદલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ થયો હોવાનું જણાતા, સોનગઢ પોલીસ મથકે આરોપી ચંદ્રકાંતભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!